Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરસિટી સી પોલીસે ચોરાઉ મોબાઇલ ફોન સાથે ચાર શખ્સોને દબોચ્યા

સિટી સી પોલીસે ચોરાઉ મોબાઇલ ફોન સાથે ચાર શખ્સોને દબોચ્યા

રૂા.2,90,000 ની કિંમતના 31 નંગ મોબાઇલ ફોન કબ્જે

- Advertisement -

જામનગર સીટી સી સર્વેેલન્સ સ્કવોર્ડે જામનગર રાજકોટ અને દ્વારકા વિસ્તારોમાંથી છળકપટ કે ચોરીથી મોબાઇલ ફોન સેરવી લેતા કાયદાથી સંઘર્ષિત કિશોર સહિત ચાર શખ્સોને ઝડપી લીધા હતાં. અને રૂા.2,90,000 ની કિંમતના અલગ અલગ કંપનીના 31 નંગ મોબાઇલ ફોન કબ્જે કર્યા હતાં.

- Advertisement -

આ અંગેની મળતી વિગત મુજબ, જામનગરના અંધાશ્રમ આવાસ શંકરના મંદિર પાસે કેટલાંક શખ્સો ચોરાઉ મોબાઇલ ફોન સાથે ઉભા હોવાની જામનગર સિટી સી પોલીસના પો.કો. હર્ષદભાઈ પરમાર, હોમદેવસિંહ જાડેજા, ખીમશીભાઈ ડાંગરને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સીટી સી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઇ વી.બી. બરબસીયા સહિતના સ્ટાફ દ્વારા રેઇડ દરમિયાન સંજય નાનાજી ખોડાભાઈ ગોહિલ, મયુર પ્રકાશ મહિડા, મિલન ઉર્ફે કાલી અમરશી સેખવા તથા એક કાયદાથી સંઘર્ષિત કિશોર સહિત કુલ 4 શખ્સોને ઝડપી લઇ તેના કબ્જામાંથી રૂા.2,90,000ની કિંમતના અલગ અલગ કંપનીના 31 નંગ મોબાઇલ ફોન ઝડપી લીધા હતાં. જે મોબાઇલ ફોન બાબતે બીલ કે આધાર પૂરાવા માંગતા નહીં હોવાનું જણાવતા મોબાઇલ ફોન કબ્જે કરી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular