Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયટીબી સામેની પ્રથમ વેકસીનના માનવ પરિક્ષણનો પ્રારંભ

ટીબી સામેની પ્રથમ વેકસીનના માનવ પરિક્ષણનો પ્રારંભ

- Advertisement -

એટલે કે આપણે જેને ક્ષય-રોગ તરીકે ઓળખીએ છીએ અને તેને શ્વેત મૃત્યુ તરીકે પણ ઓળખવામાં આવે છે તેના કારણે ખાસ કરીને થતા મૃત્યુ એ ભારત માટે ચિંતાનું કારણ બની ગયા છે તે સમયે કોરોના કાળમાં જાણીતી થયેલી હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા વિશ્વની પ્રથમ માઈક્રોબેકટેરીયલ ટ્યુબરકલોસીસ વેકસીન જેને MTBXAC તરીકે ઓળખવામાં આવે છે તેની કલીનીકલ ટ્રાયલ શરૂ કરી છે.

- Advertisement -

ભારત બાયોટેક ફાર્મા કંપની બાયોફેબ્રી સાથે આ માટે સહયોગ કર્યા છે. ભારતમાં અને વિશ્ર્વમાં હાલ ટીબી સામે સુરક્ષા આપે તેવી કોઈ વેકસીન નથી. દેશમાં હાલ બાળકોને બીસીજીની રસી આપવામાં આવે છે પણ તે એક તબકકે ટીબી સામે પુરી રીતે અસરકારક નથી અને ખાસ કરીને યુવા વયે આપી શકાય તેવી વેકસીન બનાવવી જરૂરી બની ગયું હતું. વિશ્ર્વમાં ટીબીના કારણે વર્ષે 16 લાખથી વધુ મોત થાય છે. બાયોફેબ્રી ત્રણ દશકાથી આ ક્ષેત્રે રીસર્ચ કરી રહી હતી અને તેમાં હવે પ્રારંભીક કલીનીકલ સફળતા મળતા તેને માનવ પર પરિક્ષણ માટે મંજુરી મળી છે. આ એક અત્યંત મહત્વનું કદમ ગણાય છે. વિશ્વમાં કોરોનાએ જે રીતે અનેક રોગો સામેની ઝુંબેશને અસર કરી છે તેમાં ટીબી પણ સામેલ છે. બીસીજીને 100 વર્ષ પુરા થયા છે. હવે આ વેકસીન લાંબા સમય માટે તેની અસરકારકતા દર્શાવી શકે તેમ નથી. પણ નવી વેકસીન હવે ખાસ કરીને યુવા અને વયસ્ક તમામ વર્ગ માટે અલગ અલગ પણ અસરકારક હશે. ભારત જેવા દેશમાં વધુ વસતિની સાથે પોષણયુક્ત ખોરાકની સમસ્યા છે તથા ટીબીની અસર થયા બાદ પણ લાંબો સમય તેને નજર અંદાજ કરાય છે.તેથી આ રોગ જીવલેણ બને છે અને આ નવી વેકસીનની સૌથી મોટી ખુબી એ છે કે તે ક્ષયના રોગના મોટીફાઈડ મેથાજેનનો ઉપયોગ થયો છે જે ઉપરાંત તમામ એન્ટીજેન જે માનવને અસર કરે છે તેનો પણ સમાવેશ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular