જામનગર શહેરમાંથી પોલીસે દારૂ સંબંધિત ત્રણ જુદા જુદા સ્થળોએ દરોડામાં ત્રણ શખ્સોને દારૂની કુલ 32 બોટલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં શહેરના હિરજી મિસ્ત્રી રોડ પાસેથી એકસેસ પર પસાર થતા શખ્સને ઝડપી લઇ 12 બોટલ કબ્જે કરવામાં આવી હતી તો શહેરના ખોડિયારના કોલોની અને મોહનનગર વિસ્તારમાંથી પોલીસે બે શખ્સોને 20 બોટલ સાથે ઝડપી લઈ તેની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની પ્રાપ્ત વિગત મુજબ, જામનગર શહેરના હિરજી મિસ્ત્રી રોડ પ્રણામી સ્કુલ સામે એકતા એપાર્ટમેન્ટમાં રહેતા સિંધી શખ્સ દારૂના જથ્થા સાથે પસાર થવાની બાતમીના આધારે પોલીસે મોર્ડન પાન પાસે રૂપિયાના સિક્કાથી આગળ જાહેર માર્ગ પરથી જીજે-10-ડીએલ-2121 નંબરની એકસેસ પર જઈ રહેલા લેખરાજ ઉર્ફે લખન ભગવાનદાસ કાલવાણી નામના શખ્સની અટકાયત કરી તલાસી લેતા આ શખ્સ પાસેથી રૂા.6000 ની કિંમતની 12 બોટલ મળી આવતા પોલીસે દારૂ અને રૂા.20 હજારનું મોટરસાઈલ કબ્જે કરી કુલ રૂા.26 હજારના મુદ્દામાલ સાથે દબોચી લઇ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
જ્યારે બીજો દરોડો, જામનગર શહેરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં ક્રિસ્ટલ મોલ સામે રાધેશ્યામ એપાર્ટમેન્ટ-3ના પહેલાં રહેતા જશયેશ પ્રવિણભાઈ માતંગ નામના શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂા.5000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 10 બોટલ ઝડપી લઇ કબ્જે કરી શખ્સની સામે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
તેમજ ત્રીજો દરોડો, જામનગર શહેરના મોહનનગર આવાસ બ્લોક નં.13 માં પહેલાં માળે રૂમ નં. 102 માં રહેતા કિરીટભાઈ વસંતભાઈ વસાણી નામના શખ્સના રહેણાંક મકાને દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ દરમિયાન રૂા.5000 ની કિંમતની 10 બોટલ દારૂ કબ્જે કરી શખ્સ સામે ગુનો આગળની કાર્યવાહી હાથ ધરી હતી.