ખંભાળિયામાં ભગવતી હોલ પાછળ આવેલા ચુનારા વાસ ખાતે રહેતા નિલેશભાઈ વાલાભાઈ ખરા નામના 26 વર્ષના યુવાનના ભાઈ નરેશભાઈ સાથે અગાઉ થયેલી બોલાચાલી તેમજ ઝઘડા બાબતે સમજાવવા જતા મનિષાબેન મુકેશભાઈ ધોરીયા, હેતલબેન રવિભાઈ ધોરીયા, મુકેશભાઈ ધોરીયા અને રવિ મુકેશભાઈ ધોરીયા દ્વારા ફરિયાદી નિલેશભાઈને ઢીકાપાટુ તેમજ ખરપડી વડે અને પેવર બ્લોકનો ઘા માર મારીને ઈજાઓ કર્યાની અને તેમજ બિભત્સ ગાળો કાઢી, મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે ચારેય સામે આઈપીસી કલમ 323, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ એ.એસ.આઈ. જે.પી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.