જામનગર શહેરમાં ખંભાળિયા ધોરીમાર્ગ પર વસઈની ગોલાઈ પાસેથી સીક્કા પોલીસે ચોરાઉ બાઈક સાથે તસ્કરને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના સીક્કા નજીક આવેલા વસઇ ગામની ગોલાઈ પાસેથી ચોરાઉ બાઈક સાથે તસ્કર પસાર થવાની પો.કો. કૃષ્ણપાલસિંહ જાડેજા, જીતેન્દ્ર પરમાર, ભૂપેન્દ્રસિંહ જાડેજા, જયપાલ મેરને મળેલી બાતમીના આધારે પીએસઆઈ આર.એચ. બાર, હેકો જે.જી. રાણા, પો.કો. કૃષ્ણપાલસિંહ જાડેજા, જીતેન્દ્રભાઈ પરમાર, ઉપેન્દ્રસિંહ જાડેજા, જયપાલભાઈ મેર સહિતના સ્ટાફે વોચ ગોઠવી વસઇની ગોલાઈ પાસેથી પસાર થતા જીજે-10-ડીએચ-5779 નંબરના બાઈકસવાર ઋતિક પ્રમોદ વાઘેલા નામના શખ્સને આંતરીને તપાસ હાથ ધરતા બાઇક બે માસ પહેલાં સમર્પણ સર્કલ પાસે, જામનગરમાંથી ચોરી થયાની ખુલ્યું હતું. જેના આધારે પોલીસે ચોરાઉ બાઈક કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.