જામનગરમાં ગેબનશાના વાડાની બાજુમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોની પોલીસે 45,080ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જામનગરના ખીમરાણા નદીના કાંઠેથી જૂગાર રમતા ચાર શખ્સોને રૂા.5580 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ,પ્રથમ દરોડો જામનગર શહેરમાં ગેબનશાના વાડા પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની હેકો શૈલેષ ઠાકરીયા અને પો.કો. હિતેશ સાગઠીયાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એન.એ. ચાવડા અને પીએસઆઈ એમ.એન. રાઠોડ તથા સ્ટાફે રેઈડ દરમિયાન કાસીમ નઝીરહુશેન બ્લોચ, ઈરફાન ઉર્ફે ચીકલી બાપુ યુસુફ દરજાદા, યુનુસ ઉર્ફે ફુવાબાપુ સલેમાન મકરાણી, સલીમ ઉમર દરજાદા, ઈમરાન ગુલામહુશેન દરજાદા અને સકીલ ઉર્ફે કારો સલીમ દરજાદા નામના છ શખ્સોને રૂા.15080 ની રોકડ રકમ, રૂા.30 હજારની કિંમતના ચાર મોબાઇલ મળી કુલ રૂા.45,080 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
બીજો દરોડો, જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં આવેલી નદીના કાંઠે બાવાની ઝાળીઓમાં જૂગાર રમાતા સ્થળે પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રાજેશ રવજી ધારવીયા, રણજીતસિંહ હેમતસિંહ ચુડાસમા, દેવુભા ઉમેદસિંહ જાડેજા, વિક્રમસિંહ ધીરુભા જાડેજા સહિતના ચાર શખ્સોને પોલીસે રૂા.5580 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.