Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરસોયલ ટોલનાકા નજીક બંધ ટ્રક પાછળ એસ.ટી. બસ ઘુસી ગઇ

સોયલ ટોલનાકા નજીક બંધ ટ્રક પાછળ એસ.ટી. બસ ઘુસી ગઇ

- Advertisement -

ધ્રોલ તાલુકાના સોયલ ટોલનાકા નજીક સાઈડમાં પાર્ક કરેલા ટ્રક પાછળ એસ.ટી. બસ ઘુસી જતાં મહિલા સહિતના અડધો ડઝન મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગરથી ધ્રોલ તરફ જવાના માર્ગ પરથી પસાર થતી જીજે-18-ઝેડ-8110 નંબરની એસ.ટી. બસના ચાલકે પોતાની બસ પૂરઝડપે અને બેફીકરાઈથી ચલાવી સોયલ ટોલનાકા પાસે સાઈડમાં પાર્ક કરેલા બંધ ટ્રક જીજે-37-ટી-4002 ને પાછળથી ઠોકર મારતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં દુર્ગાબેન સોલંકી નામના મહિલા સહિતના છ જેટલા મુસાફરોને નાની મોટી અને ફેકચર જેવી ઈજાઓ થઈ હતી. સદનસીબે જાનહાની ટળી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવ અંગે ઈજાગ્રસ્ત દુર્ગાબેનના નિવેદનના આધારો હેકો કે.ડી. કામરીયા તથા સ્ટાફે બસચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular