જામનગર જિલ્લા કલેકટર બી.કે. પંડ્યાના હસ્તે જામનગર જિલ્લા માહિતી કચેરી દ્વારા તૈયાર કરાયેલી વિકાસ વાટિકા બુકનું ધન્વંતરિ ઓડિટોરીયમ ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું. આ વિમોચન પ્રસંગે મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, રિવાબા જાડેજા, કમિશનર ડી. એન. મોદી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત હતા.
જામનગર જિલ્લાની ‘વિકાસ વાટિકા’ પુસ્તિકામાં વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ દરમિયાન વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલા વિકાસ કાર્યોને આલેખવામાં આવ્યા છે. આ ઉપરાંત જામનગર જિલ્લાનો ઇતિહાસ, પ્રવાસન સ્થળો, લોકમેળાઓ, સરકારી યોજનાઓના લાભાર્થીઓના પ્રતિભાવો, જામનગરની આગવી ઓળખ સહિતનું તસ્વીરની ઝલક સાથે આલેખન કરવામાં આવ્યું છે.