ખંભાળિયાના હાપી વાડી વિસ્તારમાં રહેતી તરૂણીને તેણીની માતાએ ઘરકામ બાબતે આપેલા ઠપકાનું મનમાં લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, ખંભાળિયા નજીકના હાપી વાડી રહેતા ધરણાંતભાઈ નારણભાઈ કાંબરીયા નામના આહીર યુવાનની 16 વર્ષની તરૂણ પુત્રી જાનવીબેનને તેણીના માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા આનાથી તેણીને મનમાં લાગી આવ્યું હતું. આનાથી વ્યથિત થઈને જાનવીએ પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેણીને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન જાનવીબેને અંતિમશ્ર્વાસ લીધા હતા. આ બનાવ અંગે ધરણાંતભાઈ કાંબરીયા દ્વારા જાણ કરાતા પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.