Wednesday, December 25, 2024
Homeરાજ્યહાલારજામજોધપુર પંથકમાં આરએફઓ અને તેના કર્મચારીઓ ઉપર હુમલો

જામજોધપુર પંથકમાં આરએફઓ અને તેના કર્મચારીઓ ઉપર હુમલો

- Advertisement -

જામજોધપુર તાલુકાના ધુનડા અને પરડવા રેવન્યુ વિસ્તારમાં દુધિયા વીડીની અંદર ફોરેસ્ટની જમીનમાં અડધો ડઝન જેટલા શખ્સોએ આરએફઓ તથા તેના સ્ટાફ ઉપર લોખંડના પાઈપ અને પથ્થર વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ફરજમાં રૂકાાવટ અને હુમલાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ, મૂળ જૂનાગઢના અને હાલ ફોરેસ્ટ વિભાગમાં આરએફઓ તરીકે ફરજ બજાવતા પ્રવિણસિંહ કારુસિંહ મોરી (ઉ.વ.35) નામના અધિકારી ગત તા. 12 ના રોજ બપોરના સમયે તેના સ્ટાફ સાથે ધુનડા અને પરડવા રેવન્યુ વિસ્તારની બોર્ડર પાછળ ફોરેસ્ટ દુધિયાવીડીની અંદરના ગેઈટ નજીક હતાં તે દરમિયાન જેસીબી તથા ટ્રેકટરના ડ્રાઈવરો માલદે અને પાંચ અજાણ્યા સહિતના છ શખ્સોએ એકસંપ કરી આરએફઓ અને તેના સ્ટાફ સાથે ગાળાગાળી કરી લોખંડના પાઈપ અને પથ્થર વડે હુમલો કરતાં આરએફઓ તથા તેમના કર્મચારીઓને ઈજા પહોંચી હતી. છ શખ્સોએ હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં પીઆઈ વાય. જે. વાઘેલા તથા સ્ટાફે પ્રવિણસિંહના નિવેદનના આધારે માલદે સહિતના છ શખ્સો વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ કરી હુમલો અને ધમકીનો ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular