Thursday, December 26, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાં ભરવાડ પરિવારના નવ ઘેટાનું કેમિકલ પોઈઝનિંગથી મૃત્યુ

ખંભાળિયામાં ભરવાડ પરિવારના નવ ઘેટાનું કેમિકલ પોઈઝનિંગથી મૃત્યુ

અન્ય 14 બીમાર પડેલા ઘેટાંઓને બચાવી લેવાયા : કોઇ ચીજ વસ્તુઓ ખાઈ લેતા મોતનું પ્રાથમિક તારણ

- Advertisement -

ખંભાળિયા નજીક આવેલા શક્તિનગર ખાતે રહેતા એક ભરવાડ યુવાન તેમના ઘેટા ચરાવીને પરત આવી રહ્યા હતા ત્યારે કોઈ જાતની ઝેરી અસર થવાના કારણે નવ ઘેટાના મૃત્યુ થયા હતા. જ્યારે અન્ય એક ડઝનથી વધુ ઘેટાને આનાથી કોઈ બીમારી જણાતા તે તમામને સારવાર આપવામાં આવી હતી.

- Advertisement -

આ અંગે જાણવા મળતી વિગત મુજબ, ખંભાળિયા નજીક આવેલા શક્તિનગર ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેતા ભરવાડ ભગાભાઈ નથુભાઈ પરમાર તેમના આશરે 130 જેટલા ઘેટાને લઈને ચરાવવા ગયા હતા અને તેઓ પરત ફરતા રસ્તામાં છરી રહેલા કેટલાક ઘેટાંઓ બીમાર હોવાનો માલુમ પડ્યું હતું. ઘરે પહોંચતા આ સ્થળે નવ ઘેટા મૃત્યુ પામ્યા હતા.

આ અંગે અહીંના પશુ અધિકારીને જાણ કરવામાં આવતા રહીને જાણીતી પશુ સેવા સંસ્થા લાભુબેન રણછોડદાસ બરછા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ ખાતે પશુ ડોક્ટર એન.એન. આંબલીયા દ્વારા અપાયેલી સારવાર તેમજ પશુ ચિકિત્સા અધિકારી પટેલ દ્વારા સ્થળ મુલાકાત લઇ અને આ ઘેટા કોઈ કેમિકલ એવી ચીજ વસ્તુઓ ખાઈ લેતા આ પ્રકારના ખોરાકી ઝેરના કારણે આ નવ ઘેટા મૃત્યુ પામ્યા હોવાનું ખુલવા પામ્યું હતું. જ્યારે અન્ય 14 બીમાર પડી ગયેલા ઘેટાંઓને પશુ ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવી હતી. જ્યાં તેઓ સ્વસ્થ હોવાનું જાહેર થયું છે.

- Advertisement -

એક સાથે 9 પશુઓ કેમિકલ પોઈઝનિંગના કારણે મૃત્યુ પામતા માલધારી પરિવારમાં ચિંતા જાગી હતી. જોકે અન્ય કોઈ ગંભીર કારણ ન હોવાનું ખુલવા પામ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular