જામનગરમાં કુસુમબેન અજીતકુમાર શાંતિલાલ શાહ (શિહોરવાળા) પરિવાર દ્વારા એક સાથે ત્રણ પેઢીની દિક્ષા મહોત્સવ કાર્યક્રમ યોજાશે.
ફેશન, ફ્રેન્ડ અને ફેસબુક છોડીને દેવ, ગુરુ, ધર્મ પંથે પ્રવેશવા સત્વશીલ થયા તથા ચૈતન્ય તત્વ ઉજાગર થતાં વિરલકુમાર કાંશિભાઇ શાહ તેમના પિતા કૌશિકભાઇ તથા દાદા અજીતભાઇ એમ ત્રણ-ત્રણ પેઢીના સંયમોત્સુકોને સુવિશાલ ગચ્છાધિપતિ પ્રશાંતમૂર્તિ આચાર્ય પ્રવર રાજેન્દ્રસુરિશ્ર્વરજી મહારાજાની કૃપા આશિષથી તા. 13 માર્ચ-2024ના આવતીકાલે સમગ્ર જીવસૃષ્ટિને અભયદાન ઘોષણાસહ, પરમપાવની પ્રવજ્યા પંથે ગરવા ગિરનારની ગોદમાં જુનાગઢ મુકામે પ્રયાણ કરશે.
આ પ્રસંગે દિક્ષાર્થી વિરલકુમાર અને સહસંયમયાત્રી પિતા કૌશિકભાઇ અને દાદા અજીતભાઇને પરિવારના માતા-પિતા, દાદા-દાદી સહિતના સભ્યોના સ્નેહ સંબંધને છોડીને દિક્ષાના માર્ગે ચાલવાનું નક્કી કર્યું છે. ત્યારે વરસીદાન યાત્રા, ગિરનાર તિર્થ યાત્રા, સ્નાત્ર મહોત્સવ, સાંજીના ગીતો, બેઠુ વરસીદાન, અંતિમ વાયણા, વિદાય સમારંભ સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. જ્યારે આવતીકાલે સવારે 7 કલાકથી દિક્ષાવિધિ ગિરનાર દર્શન જૈન ધર્મશાળા મીનરાજ સ્કૂલ સામે તળેટી રોડ, જુનાગઢ ખાતે પ્રારંભ થશે.