Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયકોંગ્રેસે વધુ 62 બેઠકોના ઉમેદવારો ફાઇનલ કર્યા

કોંગ્રેસે વધુ 62 બેઠકોના ઉમેદવારો ફાઇનલ કર્યા

- Advertisement -

કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બીજી બેઠક સોમવારે યોજાઈ હતી. સોમવારે આ બેઠકમાં લોકસભા ચૂંટણીને લઈને 6 રાજયોની 62 બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાંથી લગભગ 40 બેઠકોને મંજૂરી આપવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી એક-બે દિવસમાં ઉમેદવારોની બીજી યાદી જાહેર થઈ શકે છે. આ યાદીમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલ નાથનું નામ સામેલ થઈ શકે છે.

- Advertisement -

સૂત્રોએ જણાવ્યું કે રાજસ્થાનની જાલોર-સિરોહી બેઠક પરથી વૈભવ ગેહલોતના નામને મંજૂરી આપવામાં આવી છે. જયારે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલા રાહુલ કાસવાન તેમના વર્તમાન સંસદીય ક્ષેત્ર ચુરૂથી ચૂંટણી લડશે. સૂત્રોએ જણાવ્યું કે હરીશ મીણાને ટોંક સવાઈ માધોપુરથી ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. મળતી માહિતી મુજબ, અશોક ગેહલોત, સચિન પાયલટ, જિતેન્દ્ર સિંહ, દિગ્વિજય સિંહ અને કમલનાથ લોકસભા ચૂંટણી નહીં લડે.

આ બેઠકમાં રાજસ્થાનની 13, મધ્યપ્રદેશની 16, ઉત્તરાખંડની 5, ગુજરાતની 14, આસામની 13 અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દીવની એક બેઠક પર ચર્ચા થઈ હતી. દિલ્હી પર કોઈ ચર્ચા થઈ નથી. આ સિવાય સોમવારે યુપીની સ્ક્રીનિંગ કમિટીની બેઠક પણ યોજાઈ હતી, જયાંથી તેઓ CEC પાસે આવશે ત્યારે નામો પર ચર્ચા કરવામાં આવશે. આગામી બેઠક 15 માર્ચે યોજાઈ શકે છે.

- Advertisement -

આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને સંબંધિત રાજયોના CEC, પ્રભારીઓ અને વરિષ્ઠ નેતાઓ સામેલ અન્ય ઘણા નેતાઓએ હાજરી આપી હતી. જો કે આ બેઠકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હાજરી આપી ન હતી. આ બેઠકમાં ઉત્તરાખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આસામ, ગુજરાત અને દમણ દીવ માટે 62 ઉમેદવારોના નામો પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાંથી 40 જેટલા નામોને મંજૂરી આપવામાં આવી હતી.

કોંગ્રેસે શુક્રવારે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત ઘણા વરિષ્ઠ નેતાઓના નામ સામેલ છે. રાહુલ ગાંધી ફરી એકવાર કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડશે. તે જ સમયે, રાહુલ ગાંધીના અમેઠીથી ચૂંટણી લડવા અંગે પાર્ટી દ્વારા કંઈપણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular