ખંભાળિયાના મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતા એક મહિલા પી.એસ.આઈ.ને ફોનમાં અપશબ્દો કહેતા આ અંગે જામનગરના એક શખ્સ સામે ધોરણસર ફરિયાદ નોંધાઈ છે.
આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયાના મહિલા પોલીસ મથકમાં પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા સંગીતાબેન કાનાભાઈ બારડ દ્વારા જામનગરમાં ટીંબા ફળી ખાતે રહેતા અકરમ ગની બુખારી સામે નોંધાવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ અહીંના મહિલા પોલીસ મથકમાં તેમની ફરજ પર હતા, ત્યારે તેમની સમક્ષ આવેલી એક ફરિયાદ અરજીની તપાસના કામ સબબ આરોપી અકરમ ગનીને અહીં નિવેદન લખાવવા માટે બોલાવતા આરોપી અકરમે મહિલા પી.એસ.આઈ.ને મોબાઈલમાં એલફેલ શબ્દો કહી, બોલાચાલી કરી હતી.
આમ, પોલીસ અધિકારીની ફરજમાં રૂકાવટ કરવા સબબ પી.એસ.આઈ. એસ.કે. બારડની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે જામનગરના આરોપી અકરમ ગની બુખારી સામે આઈપીસી કલમ 186 તથા 504 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.


