ખંભાળિયા તાલુકાના બેરાજા ગામે ગત તા. 5 ના રોજ પોરબંદર જિલ્લાના રાણાવાવ ખાતે રહેતા કાનાભાઈ જેઠાભાઈ સોમાણી નામના 19 વર્ષના યુવાને પોતાના હાથે ઝેરી દવા પીને આપઘાત કરી લીધું હોવાનું ખુલવા પામ્યું છે.
મૃતક યુવાનને તેમના પરિવારની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોય અને તેની સાથે તેના સમાજમાં આ લગ્ન થઈ શકે તેમ ન હોવાથી આ અંગે મૃતકના માતાએ કહેતા આ બાબતે મનમાં લાગી આવતા કાનાભાઈ સોમાણીએ આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે. આ અંગેની જાણ મૃતકના માતા મંગુબેન જેઠાભાઈ સોમાણી એ ખંભાળિયા પોલીસને કરતા પોલીસે જરૂરી નિવેદન નોંધી, કાર્યવાહી કરી હતી.