Friday, December 27, 2024
Homeરાજ્યહાલારદ્વારકા જિલ્લાની રાષ્ટ્રીય લોક અદાલતમાં 2913 કેસોનો નિકાલ

દ્વારકા જિલ્લાની રાષ્ટ્રીય લોક અદાલતમાં 2913 કેસોનો નિકાલ

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા અદાલત દ્વારા સમગ્ર જિલ્લામાં આ વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું સફળતાપુર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 2913 કેસોનો સુખદ નિવેડો લાવવામાં આવ્યો હતો. આ લોક અદાલતમાં 2,81,75,599 રકમના હુકમો કરવામાં કરીને આ કેસો પુરા કરવામાં આવ્યા હતા. જેનાથી દેવભૂમિ દ્વારકા જિલ્લાની અદાલતોના કુલ પેન્ડીંગ કેસોમાં એક જ દિવસમાં 19.4 ટકાનો રેકર્ડબ્રેક ઘટાડો નોંધાયો છે.

- Advertisement -

સુપ્રિમ કોર્ટની અનુશ્રામાં રાષ્ટ્રીય લેવલ ઉપર કાનૂની સેવાના ક્ષેત્રમાં કામ કરતી ઓટોનોમીયસ બોડી રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ રાજ્ય લેવલે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન મુજબ શનિવારે જાહેર રજાના દિવસે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ અદાલતોમાં આ વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત તેમજ સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીંટીંગનું આયોજન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયધીશએસ.વી. વ્યાસના વડપણ હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અદાલતમાં ચાલતા હોય તેવા તમામ સમાધાન લાયક સિવિલ તથા ફોજદારી કેસો, લગ્ન વિષયક તકરારો, મોટર અકસ્માત વળતર કેસ, દિવાની કેસ વિગેરે તમામ કુલ 2355 કેસો મુકવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 1825 કેસોનો સમાધાન દ્વારા નિકાલ લાવવામાં આવ્યો જેના કુલ 2,36,13,851 રકમના હુકમો કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત પ્રિ-લીટીગેશન કેસો, જેમાં વીજ કંપનીના બાકી લેણાના કેસો, ટ્રાફિક ચલણના કેસો, બેંક રીકવરી કેસો માટે પ્રિ-લીટીગેશન અદાલતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 2785 કેસો મૂકવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 1089 કેસોમાં સમાધાન દ્વારા નિકાલ લાવવામાં આવ્યો હતો. જેની કુલ દાવાની રકમ રૂ. 45,61,748 થઈ હતી.

- Advertisement -

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જુદા-જુદા સ્ટેક હોલ્ડરો જેવા કે, વકીલો, સરકારી વકીલો, પોલીસ અધિકારીઓ, કલેકટર તથા રેવન્યુ ખાતાના અધિકારીઓ, બેંક તથા ફાયનાન્સીયલ ઇન્સ્ટીટયુટના અધિકારીઓ તથા સંસ્થાઓના હોદેદારો સાથે આ લોક અદાલત તથા સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીટીંગના સંદર્ભમાં જ્યુડીશ્યલ ઓફીસર સાથે રૂબરૂ તથા ઓન લાઈન પીરીયોડીકલી મિટીંગો યોજી પરીણામલક્ષી આયોજન કરવામાં આવ્યું હતું. લીટીગેશન તથા પ્રિ-લીટીગેશન કેસો માટે પ્રિ-કાઉન્સીલીંગ તથા પ્રિ-સિટિંગ યોજવામાં આવ્યું હતું. પધ્ધતિસરના આયોજન થકી જિલ્લામાં યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલત તથા સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીટીંગમાં કુલ 2913 કેસોનો સુખદ નીવેડો લાવવામાં આવ્યો હતો.

જેમાં કુલ રૂ. 2,81,75,599 ના હુકમો થયા હતા. જેમાં તાલુકા કાનૂની સેવા સમિતિ, કલ્યાણપુર દ્વારા 381, ઓખા દ્વારા 391, ભાણવડ દ્વારા 222, દ્વારકા દ્વારા 246 કેસો ફેસલ કરવામાં આવ્યા હોવાનું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના, સચિવની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular