Thursday, December 26, 2024
Homeરાજ્યહાલારદ્વારકા નજીક ખાનગી બસ પલ્ટી જતાં એક પ્રવાસીનું મોત

દ્વારકા નજીક ખાનગી બસ પલ્ટી જતાં એક પ્રવાસીનું મોત

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવાસી મુસાફરો સાથે આવેલી રહેલી એક મીની બસ ચઢતા પહોરે પલટી ખાઈ જતા બસમાં સવાર 10 જેટલા યાત્રાળુઓને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. જ્યારે એક યાત્રાળુનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -

આ અંગે સૂત્રો દ્વારા જાણવા મળતી પ્રાથમિક વિગત મુજબ દ્વારકા નજીકના બરડીયા ગામ પાસેથી પસાર થઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની મીની બસ કોઈ કારણોસર માર્ગ પરથી એક તરફ પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. સોમનાથથી દ્વારકા તરફ આવી રહેલી આ ખાનગી બસમાં આશરે દોઢેક ડઝન જેટલા મુસાફરો સવાર હતા. આ બનાવ બનતા ઇમર્જન્સી 108 ને જાણ કરવામાં આવતા ઈમરજન્સી એમ્બ્યુલન્સ તાકીદે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બસ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યાનું તેમજ 10 જેટલા લોકો ઇજાગ્રસ્ત બન્યા હોવાના પ્રાથમિક અહેવાલો સાંપળ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular