જોડિયા તાલુકાના કોઠરીયા (આમરણ) ગામમાં રહેતાં વૃધ્ધને તેના ઘરે હૃદયરોગનો હુમલો આવતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકાના કોઠરીયા (આમરણ) ગામમાં રહેતાં ભરતસિંહ લાલુભા જાડેજા (ઉ.વ.65) નામના વૃધ્ધને ગત તા. 27 જાન્યુઆરીના રોજ તેના ઘરે હૃદયરોગનો હુમલો આવ્યો હતો. હુમલાને કારણે બેશુધ્ધ થઈ જતાં સારવાર દરમિયાન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં વૃધ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે પ્રવિણસિંહ દ્વારા જાણ કરાતા એએસઆઈ આર.એમ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.