કાલાવડ તાલુકાના ડાંગરવાડા ગામના રહેતા વૃધ્ધ ખેડૂતને ઘણાં સમયથી ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની બીમારી હોવાને કારણે બીમારીથી કંટાળીને ગામની સીમમાં ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ડાંગરવાડા ગામમાં રહેતાં અને ખેતી કરતા જેઠાભાઈ મોહનભાઈ વોરા (ઉ.વ.70) નામના વૃધ્ધને ઘણાં સમયથી ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની બીમારી થઈ હતી તેમજ આ બીમારીથી કંટાળીને ગુરૂવારે સાંજના સમયથી શુક્રવારે સવાર સુધીના સમય દરમિયાન ગામની સીમમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ વૃધ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર જીતેન્દ્રભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઇ જે.આર. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.