જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં રહેતા બાવાજી યુવાનના પુત્રએ પોલીસમાં કરેલી અરજીનો ખાર રાખી બે લુખ્ખા તત્વોએ યુવાનના ઘરના દરવાજા તોડી નાખી નુકસાન પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના સાધના કોલોની જલારામ મંદિર ચોકમાં એમ/11 બ્લોક નં.2643 નંબરમાં રહેતાં બિપીનભાઈ ગાણીધાર નામના કલરકામ કરતાં પ્રૌઢના પુત્ર પુનિતે અગાઉ સાધના કોલોનીમાં રહેતાં હર્ષ ઉર્ફે ટકો પરેશ મહેતા અને અજય રાજેન્દ્ર બલછા નામના શખ્સો વિરૂધ્ધ પોલીસમાં અરજી કરી હતી. તે બાબતનો ખાર રાખી મંગળવારે રાત્રિના સમયે હર્ષ ઉર્ફે ટકો અને અજય બરછા નામના બે શખ્સોએ બિપીનભાઈના ઘરે જઈ મકાનના દરવાજા તોડી નાખ્યા હતાં અને પાંચ હજારનું નુકસાન પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હતી. આ અંગે જાણ કરાતા હેકો પી ટી જાડેજા તથા સ્ટાફે બે લુખ્ખા તત્વો વિરૂધ્ધ વધુ એક ફરિયાદ નોંધી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતાં.