જામનગર શહેરના મામાઈનગર વિસ્તારમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા પોલીસે ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના મામાઈનગર શેરી નં.4 વિસ્તારમાં મેઘવારવાસમાં રહેતાં રાજેશભાઈ નારણભાઈ વિંજુડા નામના યુવકના ઘર પાસે રાત્રિના સમયે આશરે 45 વર્ષનો અજાણ્યો યુવાન બેશુદ્ધ હાલતમાં મળી આવતા 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જેના આધારે 108 ની ટીમે સ્થળ પર પહોંચી જઇ યુવાનને તપાસતા તેનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે પીએસઆઇ એ.એચ. ચોવટ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.