Friday, January 3, 2025
Homeરાજ્યહાલારરીક્ષામાં ભૂલાયેલો કિંમતની સામાન મૂળ માલિકને પરત અપાવતી જામનગર પોલીસ

રીક્ષામાં ભૂલાયેલો કિંમતની સામાન મૂળ માલિકને પરત અપાવતી જામનગર પોલીસ

- Advertisement -

દ્વારકાથી આવેલા પરિવારનો કપડા સહિતના સામાન ભરેલો થેલો તથા સુટકેશ રીક્ષામાં ભુલાઈ જતાં જામનગર પોલીસની ટીમ દ્વારા શોધી આપી ઉમદા કાર્ય કર્યુ હતું.

- Advertisement -

દ્વારકામાં રહેતાં ભીખુભાઈ ડાયાભાઈ વાઘેલા તા.03 ના રોજ જામનગર તેમના દિકરા તથા દિકરીના લગ્નની ખરીદી કરવા આવ્યા હતાં. આ દરમિયાન દરબારગઢ થી ખરીદી કરી દરબારગઢથી ખંભાળિયા ગેઈટ સુધી રીક્ષા મારફતે જતી વખતે ખરીદી કરેલ સરસામાન તથા કપડા ભરેલો થેલો અને સુટકેશ જેની કિંમત રૂા.50 હજાર જેટલી હોય જે રીક્ષામાં ભુલી ગયા હતાં. આ અંગે પોલીસ કમાન કંટ્રોલ રૂમમાં જાણ કરતા ડીવાયએસપી મહેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.પી.જાડેજા, એએસઆઈ પરેશભાઈ ખાણધર તથા રાધેશ્યામ અગ્રાવત, પો.કો. પારુલબેન નિમાવત, રેખાબેન દાફડા, વર્ષાબા જાડેજા, રીનાબા વાઘેલા સહિતના અધિકારી-કર્મચારીઓ દ્વારા સીસીટીવીની મદદથી રીક્ષાના નંબર શોધી રીક્ષાચાલકને શોધી અરજદારનો કિંમતી સામાન પરત કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular