ઓખા મંડળ વિસ્તારમાં સ્થાનિક ગુના શોધક શાખાના ઇન્ચાર્જ પીઆઈ પીસી સીંગરખીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના એએસઆઈ અજીતભાઈ બારોટ, અરજણભાઈ મારુ તથા ડાડુભાઈ જોગલને મળેલી ચોક્કસ બાતમીના આધારે મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા મહેકભા મુળુભા કેરના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવતા સ્થળેથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 192 બોટલ મળી આવી હતી. જો કે આ સ્થળે આરોપી મહેકભા કેર મળી ન આવતા આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસે રૂપિયા 76 હજારની કિંમતની 192 દારૂની બાટલીઓ કબ્જે લઈ ફરારી શખ્સ સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી એલસીબીના ઈન્ચાર્જ પી.આઈ. પી.સી. સિંગરખીયા, પીએસઆઈ એ.એલ. બારસીયા, બી.એમ. દેવમુરારી, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, એ.એસ.આઈ. અજીતભાઈ બારોટ, વિપુલભાઈ ડાંગર , ડાડુભાઈ જોગલ, સચિનભાઈ, ક્રિપાલસિંહ, હસમુખભાઈ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.