ખંભાળિયા પંથકમાં ઇન્ચાર્જ પીઆઈ એસવાય ઝાલાના માર્ગદર્શન હેઠળ ગઈકાલે રવિવારે સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ હેમતભાઈ નંદાણીયા તથા યોગરાજસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના માંઝા ગામે આવેલા બાવરીયા વાડી વિસ્તારમાં રહેતા ઓઘડ માણસુર કારીયાની વાડીના શેઢે આવેલા ઝાડની નીચે બેસીને ગંજીપત્તા વડે રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા ઓઘડ માણસુર કારીયા, નાગાજણ માંડણ જોગાણી, હાદુ રામ બુધીયા, વીરા કરમણ સઠીયા, રાયદે માણસુર કારીયા અને જીવા મેઘા કારીયા નામના છ શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 16,150નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
આ સમગ્ર કામગીરી ઈન્ચાર્જ પી.આઈ. શક્તિસિંહ ઝાલા, પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા, હેડ કોન્સ્ટેબલ હેમતભાઈ નંદાણીયા ખીમાભાઈ કરમુર, જેઠાભાઈ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, યોગરાજસિંહ ઝાલા તથા કાનાભાઈ લુણા દ્વારા કરવામાં આવી હતી.