Friday, December 27, 2024
Homeરાજ્યહાલારમાનસિક બીમારીથી કંટાળી સલાયાના યુવાનનો દરિયામાં ઝંપલાવી આપઘાત

માનસિક બીમારીથી કંટાળી સલાયાના યુવાનનો દરિયામાં ઝંપલાવી આપઘાત

સણોસરીના મહિલાએ કેરોસીન રેડી જાત જલાવી : સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં રહેતાં યુવાનને પાંચ વર્ષથી થયેલી માનસિક બીમારીથી કંટાળીને દરિયામાં ઝંપલાવી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. કલ્યાણપુર તાલુકાના સણોસરી ગામમાં રહેતાં મહિલાએ તેની બિમારીથી કંટાળી શરીરે કેરોસીન રેડી દિવાસળી ચાંપી અગ્નિસ્નાન કરતા અમદાવાદની હોસ્પિટલમાં મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ, ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા એજાજ હારુન ભાયા નામના 35 વર્ષના યુવાનને છેલ્લા પાંચેક વર્ષથી માનસિક બીમારી હોવાથી તેમની સારવાર જામનગરની હોસ્પિટલમાં ચાલી રહી હતી. આ વચ્ચે તેમણે આ બીમારીથી કંટાળીને શનિવારે દરિયામાં ઝંપલાવી દેતા તેમનું ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. આપઘાતના આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ અખ્તર હુસેન હારૂનભાઈ ભાયા દ્વારા સલાયા મરીન પોલીસને જાણ કરવામાં આવી છે.

બીજો બનાવ, કલ્યાણપુર તાલુકાના ગામે સણોસરી ગામે રહેતા પમીબેન ધાનાભાઈ લખમણભાઈ લગારીયા નામના 40 વર્ષના મહિલા છેલ્લા ત્રણેક વર્ષે માનસિક રીતે અસ્વસ્થ હોય, તેમની આ બીમારીથી કંટાળીને ગત તારીખ 13 ડિસેમ્બરના રોજ તેઓ પોતાના ઘરે એકલા હતા, ત્યારે પોતાના હાથે પોતાના શરીરે કપડા પર કેરોસીન છાંટી અને દીવાસળી ચાંપી લીધી હતી. આથી ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં પમીબેન લગારીયાને વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ ધાનાભાઈ લખમણભાઈ લગારીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular