Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરઅમદાવાદ-ઓખા તથા ઓખા-મદુરાઇ ટ્રેનની ટ્રીપ્સ લંબાવાઇ

અમદાવાદ-ઓખા તથા ઓખા-મદુરાઇ ટ્રેનની ટ્રીપ્સ લંબાવાઇ

- Advertisement -

મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલ્વેએ અમદાવાદ-ઓખા સાપ્તાહિક વિશેષ તથા ઓખા-મદુરાઇ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની ટ્રીપને વધારવાનો નિર્ણય કર્યો છે.

- Advertisement -

ટ્રેન નંબર 09435 અમદાવાદ-ઓખા સાપ્તાહિક વિશેષ જે અગાઉ 24મી ફેબ્રુઆરી, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને 09મી માર્ચ, 2024 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સાપ્તાહિક વિશેષ જે અગાઉ 25 ફેબ્રુઆરી, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 10 માર્ચ, 2024 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 09435 અને 09436 ની વિસ્તૃત ટ્રિપ્સ માટે બુકિંગ તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર તાત્કાલિક અસરથી ખુલ્લું છે.

આ ઉપરાંત પશ્ર્ચિમ રેલ્વેએ ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ની ટ્રીપ્સ વિશેષ ભાડા પર લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 09520 ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલ ને 25 માર્ચ, 2024 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 09519 મદુરાઈ-ઓખા સાપ્તાહિક સ્પેશ્યલ ને 29 માર્ચ, 2024 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 09520 ની વિસ્તૃત ટ્રિપ્સ માટે બુકિંગ 2 માર્ચ, 2024 થી ઙછજ કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલી ચૂકયું છે. ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular