કલ્યાણપુર તાલુકાના રાણ ગામની ખારાવાળી સીમ વિસ્તારમાં રહેતા હરદાન ઉર્ફે પપ્પુ રણમલ સાખરા નામના શખ્સ દ્વારા પોતાના કબ્જા ભોગવટાની વાડીના રહેણાંક મકાનમાં છુપાવીને રાખવામાં આવેલી રૂપિયા 27,600 ની કિંમતની વિદેશી દારૂની 69 બોટલ એલસીબી પોલીસે પકડી પાડી હતી. જોકે આ સ્થળેથી આરોપી હરદાન ઉર્ફે પપ્પુ સાખરા પોલીસને મળી ન આવતા પોલીસે હાલ તેને ફરાર જાહેર કરી, કલ્યાણપુર પોલીસ મથકમાં પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.