Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી ત્રણ સ્થળોએ જૂગાર દરોડામાં છ શખ્સો ઝડપાયા

જામનગર શહેરમાંથી ત્રણ સ્થળોએ જૂગાર દરોડામાં છ શખ્સો ઝડપાયા

- Advertisement -

જામનગર શહેરના પંચેશ્વરટાવર વિસ્તારમાં પોલીસે બે દરોડામાં ચાર શખ્સોને જૂગાર રમતા ઝડપી લઇ તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી તેમજ શહેરના શાકમાર્કેટ વિસ્તારમાંથી પોલીસે એકી બેકીનો જૂગાર રમતા બે શખ્સોને દબોચી લઇ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરમાં પંચેશ્ર્વરટાવર પાબારી હોલમાં ઓટલા ઉપર જાહેરમાએકી બેકીનાં આંકડા બોલી પૈસાની હારજીત કરાતી હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન મુકેશભાઈ આલુમલભાઈ માખેજા, જીતેશભાઈ કાંતિલાલ તન્ના નામના બે શખ્સોને રૂા.11,260 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ આ જ વિસ્તારમાંથી એકી બેકીનો જૂગાર રમતા અન્ય બે રાજુ સંગતમલ અને પ્રકાશ ઘનશ્યામદાસ લાલવાણી નામના બે શખ્સોને રૂા.10,840 ની રોકડ સાથે એકી બેકીનો જૂગાર રમતા ઝડપી લઇ આગળની કાર્યવાી હાથ ધરી હતી.

ત્રીજો દરોડો, જામનગર શહેરના સુભાષ શાકમાર્કેટ વેરશીવાળના ઢાળિયા પાસેથી એકી બેકીનો જૂગાર રમતા પોલીસે બાતમીના આધારે સુનિલ સવશી રંગપરા અને સંજય જયસુખ કુંબીયા નામના બે શખ્સોને દબોચી લઇ રૂા.1120 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular