ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે રહેતા નરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા નામના 37 વર્ષના શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂા. 12,000 ની કિંમતની વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની 30 બોટલ કબ્જે કરી, આરોપી નરેન્દ્રસિંહની અટકાયત કરી હતી.
દારૂનો આ જથ્થો તેણે જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલ રહેતા શક્તિસિંહ નટુભા જાડેજા પાસેથી વેચાણ અર્થે મેળવ્યો હોવાનું કબુલતા ખંભાળિયા પોલીસે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ કરમુર દ્વારા હાથ ધરવામાં આવી છે.