જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં લગ્ન પ્રસંગે યુવાનનું ટીશર્ટ ખેંચી મસ્તી કરતા શખ્સોને મનાઈ કરતા ત્રણ શખ્સોએ એકસંપ કરી ધોકા અને છરીના ઘા ઝીંકી હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ધરારનગર -1 વિસ્તારમાં રહેતા અને મજુરી કરતા જયપાલસિંહ જટુભા રાઠોડ (ઉ.વ.25) નામના યુવાનના મામાની દિકરીના લગ્ન પ્રસંગે ગયા હતાં ત્યારે પદુભા નટુભા જાડેજાએ જયપાલસિંહનું ટીશર્ટ ખેંચી મસ્તી કરતા હતાં તેથી મસ્તી કરવાની ના પાડતા પદુભા નટુભા જાડેજા, પદુભા સવાજી રાઠોડ અને પૃથ્વીરાજસિંહ રઘુભા ચુડાસમા નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી ગાળો કાઢી ‘કાલે કેમ પાવર કરતો હતો ?’ તેમ કહી છરી અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલો કરી છરીનો ઉંધો ઘા મારી પતાવી દેવાની ધમકી આપી હતી. તેમજ ઢીકાપાટુનો માર માર્યાના બનાવ અંગેની જયપાલસિંહ દ્વારા જાણ કરાતા હેકો વાય.એમ.વાળા તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.