Saturday, January 11, 2025
Homeરાજ્યહાલારકલ્યાણપુર નજીક બુલેટની ઠોકરે બાઈક સવાર મહિલા ઈજાગ્રસ્ત

કલ્યાણપુર નજીક બુલેટની ઠોકરે બાઈક સવાર મહિલા ઈજાગ્રસ્ત

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા હુસેનભાઈ જુસબભાઈ સુમરાણી નામના 49 વર્ષના યુવાન તેમના પત્ની નફીસાબેનને સાથે લઈને તેમના સ્પ્લેન્ડર મોટર સાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે હર્ષદ રેલવે ફાટકની બાજુમાં પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 એચ. 8265 નંબરના એક બુલેટ મોટરસાયકલના ચાલકે હુસેનભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.

- Advertisement -

આ અકસ્માતમાં નફીસાબેન હુસેનભાઈ સુમરાણીને શરીરના જુદા જુદા ભાગોમાં ઈજાઓ થતા તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે હુસેનભાઈની ફરિયાદ પરથી બુલેટ મોટર સાયકલના સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular