Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર ડેન્ટલ કોલેજમાં નવીન યુ.જી. હોસ્ટેલના નિર્માણ માટે રૂ. 37.38 કરોડ મંજૂર

જામનગર ડેન્ટલ કોલેજમાં નવીન યુ.જી. હોસ્ટેલના નિર્માણ માટે રૂ. 37.38 કરોડ મંજૂર

જામનગર ડેન્ટલ કોલેજ ખાતે વધુમાં વધુ વિદ્યાર્થીઓને કેમ્પસમાં જ ઉત્તમ રહેણાંક સુવિધાઓ પૂરી પાડવા માટે નવીન હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, તેમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં સભ્ય રિવાબા જાડેજા દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું.

- Advertisement -

તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, જામનગર ડેન્ટલ કોલેજ ખાતે નવીન યુ.જી. હોસ્ટેલના નિર્માણ માટે રૂ. ૩૭.૩૮ કરોડની મંજૂરી આપવામાં આવી છે. આ કોલેજ ખાતે હયાત હોસ્ટેલમાં ૪૦૦ વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. નવી યુ.જી. હોસ્ટેલનું નિર્માણ કામ પૂર્ણ થતાં વધુ ૩૩૦ વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular