Friday, September 20, 2024
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છરાજકોટના ઓરબીટ ગ્રુપ ઉપર ઇન્કમટેકસ ત્રાટકયું, 30 સ્થળોએ દરોડા

રાજકોટના ઓરબીટ ગ્રુપ ઉપર ઇન્કમટેકસ ત્રાટકયું, 30 સ્થળોએ દરોડા

વહેલી સવારથી કાર્યવાહી: ઓરબીટ ગાર્ડન, ઓરબીટ સ્કાય ગાર્ડન, ઓરબીટ ગેલેકસી ગાર્ડન તેમજ ડેવલોપર્સ દિલીપભાઇ લાડાણી એસોસિએટ્સની સહયોગી પેઢી સહિત 30 સ્થળોએ 150થી વધુ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ

- Advertisement -

2023-24ના નાણાકીય વર્ષની પૂર્ણતાના આરે છે હવે માત્ર એક જ મહિનો બાકી છે ત્યારે ઇન્કમટેક્ષે તેના નિર્ધારત લક્ષ્યાંકને પૂર્ણ કરવા સર્વે અને સર્ચની કામગીરી તેજ કરી છે. અગાઉ અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણામાં બિલ્ડર ગ્રુપ અને ઉદ્યોગકારો ઉપર સર્વે અને સર્ચ હાથ ધરવામાં આવ્યા હતા ત્યારે હવે આજે વહેલી સવારથી રાજકોટના નામાંકિત બિલ્ડર્સ ગ્રુપ ઓરબીટ ઉપર આવકવેરા વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.

- Advertisement -

રાજકોટમાં છેલ્લા ત્રણ દાયકાથી રીયલ એસ્ટેટ ક્ષેત્રે અનેક મોટા અને ગગનચુંબી ઇમારતોનું નિર્માણ કરનાર દિલીપભાઇ લાડાણી એસોસીએટ અને ઓરબીટ ગ્રુપ તેમજ તેની સહયોગી પેઢી ઉપર આજ સવારે 30થી વધુ સ્થળો ઉપર ઇન્વેસ્ટીગેશન વીંગ દ્વારા 150થી વધુ અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધરતા રીયલ એસ્ટેટ ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામેલ છે.

આવકવેરા વિભાગ રાજકોટ ઇન્વેસ્ટીગેશન વીંગના ડાયરેકટર મીના અને આસી. ડાયરેકટર આદેશ તિવારીના માર્ગદર્શન હેઠળ રાજકોટ ઇન્વેસ્ટીગેશન વીંગ ઓફ ઇન્કમટેક્ષ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા સહિતના અધિકારીઓ રાજકોટ ખાતે પાડવામાં આવેલા દરોડાની કાર્યવાહીમાં જોડાયા છે.

- Advertisement -

ઓરબીટ ગ્રુપ દ્વારા ગાર્ડન નામથી અનેક પ્રોજેકટો કાર્યરત છે. જેમાં ગેલેકસી ગાર્ડન, ઓરબીટ સ્કાય ગાર્ડન, ઓરબીટ ગાર્ડન સહિતના પ્રોજેકટો કાર્યરત છે. રાજકોટમાં પ્રથમ 40 માળના બિલ્ડીંગનું નિર્માણ કાર્ય માટેનો પ્રોજેકટ પણ લોન્ચ થઇ રહ્યો છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે વિશ્ર્વાસનું પ્રતિક ગણાતુ ઓરબીટ ગ્રુપ ઉપર પડેલા દરોડા બે દિવસ સુધી ચાલનાર હોવાનું તેમજ મોટી કરપાત્ર રકમ મળવાનો નિર્દેશ આયકર વર્તુળોએ જણાવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular