Monday, December 23, 2024
Homeરાજ્યહાલારખંભાળિયા: કુવાના ખાબકેલા શ્વાન તથા શિયાળને બચાવાયા

ખંભાળિયા: કુવાના ખાબકેલા શ્વાન તથા શિયાળને બચાવાયા

- Advertisement -

ખંભાળિયા તાલુકાના ભીંડા ગામે રહેતા હેમંતભાઈ ગામના એક આસામીની વાડીએ આવેલા કુવામાં એક કૂતરું પડી ગયું હોવા અંગેની જાણ અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકરોને કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને સંસ્થાના દેશુર ધમા, અખિલ પાણખાણીયા દ્વારા લાંબી જહેમત બાદ કુવામાંથી કૂતરાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ ઉપરાંત ખંભાળિયા નજીક આવેલી એક હોટલ પાસેના 60 ફૂટ ઊંડા પાણી ભરેલા કુવામાં એક શિયાળ ખાબક્યું હોવાથી સંસ્થાના સભ્યો અશોકભાઈ સોલંકી, દેશુર ગઢવી, મેહુલ યાજ્ઞિક, ઓમ ગોહેલ, હિરેન ગોસ્વામી દ્વારા લાંબી જહેમત બાદ આ શિયાળનું રેસ્ક્યુ સફળતાપૂર્વક કરાયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular