Monday, December 23, 2024
Homeરાજ્યહાલારધ્રોલના દુષ્કર્મ કેસના આરોપીઓને આજીવન કેદની સજા

ધ્રોલના દુષ્કર્મ કેસના આરોપીઓને આજીવન કેદની સજા

આરોપીઓએ પીડિતોને રૂા.5 લાખ વળતર ચૂકવવા આદેશ

- Advertisement -

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દુષ્કર્મના કેસમાં બંને આરોપીઓને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તેમજ આરોપીએ પીડિતોને રૂા. પાંચ લાખ વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, આ કામના ફરિયાદી/ભોગ બનનાર ત.16-10-20 ના રોજ બપોરના ભોગ બનનારના તથા તેના પતિ એકટીવા ગાડીમાં હરીપર ગામે મેલડી માતાજીના મંદિરે દર્શન કરી અઢી વાગ્યાની આસપાસ ગોરડિયા હનુમાનજીના મંદિરે દર્શન કરવા નિકળેલ. અને રસ્તામાં ગોરડિયા હનુમાન મંદિર તરફથી એક હોન્ડા સાઈન મો.સા. ડબલ સવારીમાં આવી ઉભુ રાખેલ અને ભોગ બનનાર તથા તેના પતિને કહેલ કે તમો બંને અહીંયા શું કરો છો ? તો ગોરડિયા હનુમાને દર્શન કરવા જઇએ છીએ જેથી કાદર ઉર્ફે ઓઢીયો જુમાભાઈ જુણેજા તથા અઝરૂદીન ઉર્ફે અજીડો સીદીક જુણેજા એ બંનેના મોબાઇલ ઝુંટવી લઇ કાદરે પતિને છરી બતાવી ભોગ બનનારને બંનેએ બળજબરીથી મો.સઇ. વચ્ચે બેસાડી થોડે દૂર બાવળની ઝાળીઓમાં લઇ જઇ બંને આરોપીઓએ ભોગ બનનાર સાથે તેમની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યુ હતું. જે બાબતની ફરિયાદ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જે કેસ ચોથા એડીશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં એ.બી. ભટ્ટ ની કોર્ટમાં કેસ ચાલી જતાં બંને આરોપીઓને તકસીરવન ઠરાવી આઈપીસી કલમ 376 ડી મુજબ આજીવન કેદની સજા એટલે કે છેલ્લાં શ્ર્વાસ સુધીની સજા તથા રૂા.20000 નો દંડ તથા 365 મુજબ 7 વર્ષની સખ્ત કેદની સજ તથા રૂા.5000 નો દંડ તથા 506(2ા મુજબ ત્રણ વર્ષની સખ્ત કેદની સજા તથા ભોગ બનનારને કમ્પનશેેસનના રૂપિયા 5,00,000 વળતરપેટે તથ બંને આરોપીઓએ દંડની રકમ રૂા.20000 પણ ભોગ બનનારને વળતર પેટે ચૂકવવા તેવો હુકમ 4થા એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજે કર્યો હતો. અ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતી વાદી રોકાયેલ હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular