ઓખાના બર્માસલ ક્વાર્ટર વિસ્તારમાં રહેતા તૈયબભાઈ જુસબભાઈ મોખા નામના 29 વર્ષના મુસ્લિમ ભડેલા યુવાનને “તું મારો ફોન કેમ ઉપાડતો નથી?” તેમ કહી, ઓખાના રહીશ હસમુખ ઉર્ફે કાળો નામના શખ્સએ બિભત્સ ગાળો કાઢી, છરીનો ઘા મારીને ઈજાઓ પહોંચાડીને તેમજ મોબાઈલ ફોનમાં જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બનાવ અંગે ઓખા મરીન પોલીસમાં આઈ.પી.સી કલમ 323, 324, 504, 506 (2) તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.