Monday, December 23, 2024
Homeરાજ્યહાલારસાંસદના પ્રયાસોથી ખંભાળિયા આસપાસ અંડર બ્રિજનું થશે નિર્માણ

સાંસદના પ્રયાસોથી ખંભાળિયા આસપાસ અંડર બ્રિજનું થશે નિર્માણ

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફાટક મુક્ત ભારતમાં ખંભાળિયા શહેરને પણ ફાટકમુક્ત કરાવતું આયોજન સાંસદ પૂનમબેન માડમ દ્વારા કરવામાં આવ્યું હતું. જેને સફળતા મળી છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં છેલ્લા કેટલાક સમયથી રેલવે ફાટકના કારણે લોકોને ઈમરજન્સીના સમયમાં ભારે આ હાલાકીનો સામનો કરવો પડતો હોય, જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા શહેર નજીકના તમામ ફાટકને સ્થાને હવે અંડર બ્રિજ અને ઓવર બ્રિજ બનાવી, લોકોને મુક્તિ અપાવવાના પ્રયાસોને સફળતા મળી છે. ખંભાળિયામાં શહેરમાં આવવા તથા જવા માટે જામનગર, દ્વારકા એને પોરબંદર માર્ગ પર ફાટક આવેલા છે.

આ વચ્ચે તાજેતરમાં રૂ. ચાર કરોડના ખર્ચે શહેરમાં જડેશ્વર ટેકરી પાસેથી દ્વારકા બાયપાસ રોડ પર જવા રેલવે તંત્ર દ્વારા અંડર બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ પછી સાંસદ પૂનમબેન માડમ તથા અહીંના ધારાસભ્ય મુળુભાઈ બેરાના પ્રયાસોથી જામનગર તરફના રેલવે ફાટક ઉપર રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 38 કરોડના ખર્ચે સુવિધાસભર ઓવરબ્રિજ પણ મંજૂર કરવામાં આવેલો છે. જેનું ટેન્ડરિંગ પણ થઈ ચૂક્યું છે.

- Advertisement -

એટલું જ નહીં, થોડા સમય પૂર્વે અહીંના સલાયા રોડ પર આવેલા રેલ્વે ફાટક પાસે એક આવવાનો તથા એક તરફ જવાનો એમ બે અંડર બ્રિજ મંજુર કરવામાં આવ્યા હતા. જેનું કામ પણ શરૂ થઈ ચૂક્યું છે. આ પછી આગામી તા. 26 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ રીતે ખાત મુહૂર્ત થનારા રેલવે સ્ટેશનનો તથા અંડર બ્રિજના કામોમાં ખંભાળિયામાં બાકી રહેતા પોરબંદર રોડ પરના પાયલ હોટલ તરફથી પોરબંદર રોડ-ભાણવડ રોડ જતા રસ્તા પરના ફાટકને પણ સાંસદ પૂનમબેન માડમ દ્વારા સમાવેશ કરી, અહીં રૂપિયા પાંચ કરોડના ખર્ચે નવો અંડર બ્રિજ બનાવવાનું ખાત મુહૂર્ત કરવામાં આવશે.

આમ, હવે આગામી થોડા સમયમાં ખંભાળિયા શહેર ફાટક મુક્ત થઈ જશે. હાલના તમામ ફાટક ઉપર ટ્રેનના આવા-ગમન સમયે લોકોને થોભવું નહીં પડે. જેથી લોકોને રાહત સાથે સુવિધા બની રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular