ભારતીય કિસાન યુનિયન ઉગરાહાએ આજે બપોરે 12 થી 4 વાગ્યા સુધી ટ્રેનો રોકવાની જાહેરાત કરી છે. પંજાબના 6 જિલ્લા લુધિયાણા, અમૃતસર, ભટિંડા, બરનાલા, ફતેહગઢ સાહિબ અને મોગામાં ટ્રેનો રોકવામાં આવશે.
પંજાબમાં શિરોમણી અકાલી દળ (બાદલ)ના પ્રમુખ સુખબીર બાદલે ખેડૂતોના વિરોધને કારણે ઉભી થયેલી સ્થિતિને લઈને ચંદીગઢમાં કોર કમિટીની બેઠક બોલાવી છે. સુખબીર બાદલે 14 ફેબ્રુઆરીએ તેમની પંજાબ બચાવો યાત્રા રદ કરી હતી.
પંજાબનું પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશન પણ ખેડૂતોના પક્ષમાં આવ્યું છે. પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનના નેતા યોગેન્દ્ર પાલ ઢીંગરાએ માહિતી આપી હતી કે આજે (15 ફેબ્રુઆરી) પેટ્રોલ પંપ એસોસિએશન આખો દિવસ પેટ્રોલ ખરીદશે નહીં. તેમજ,આવતીકાલે શુક્રવારે ખેડૂતોના પક્ષમાં પેટ્રોલ પંપ બપોરે 12 થી 4 વાગ્યા સુધી બંધ રહેશે અને કોઈને પણ પેટ્રોલ આપવામાં આવશે નહીં. તેમજ ખેડૂતોની માંગણીઓને ધ્યાનમાં રાખીને 22 ફેબ્રુઆરીના રોજ પણ આખો દિવસ પેટ્રોલ પંપ બંધ રાખવામાં આવશે.આજે બે ટ્રેનો રદ કરવામાં આવશે (શરુઆતના સ્ટેશનથી) 1. ટ્રેન નંબર 04753, ભટિંડા-શ્રીગંગાનગર (અનુ. પાના ર પર)