જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુંના માર્ગદર્શન તળે અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા અને પોલીસ ઈન્સપેકટર એમ.બી.ગજ્જરના નિર્દેશ મુજબ સમગ્ર જિલ્લામાં “રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ- 2024” હેઠળ વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.14 ફેબ્રુઆરી સુધી ટ્રાફિક શાખા, જામનગર દ્વારા નાગરિકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા માટે તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.જે અન્વયે, જામનગર શહેરમાં સ્થિત ડી.કે.વી કોલેજના કેમ્પસ ખાતે ટ્રાફિક અવેરનેસ માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સર્વેને ટ્રાફિક અવેરનેસ અંગેની જાણકારી અને ટ્રાફિકના નિયમો વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે 600 જેટલા વિદ્યાર્થીઓએ માર્ગ સલામતી અને ટ્રાફિક અવેરનેસ અંગેના શપથ ગ્રહણ કર્યા હતા. આ કાર્યક્રમમાં, નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલા, પોલીસ ઈન્સપેકટર એમ.બી.ગજ્જર, પોલીસ સબ ઈન્સ્પેકટર બી.એસ.વાળા, સંસ્થાના આચાર્ય રાજેશભાઈ પુરોહીત, હુસેન મેડિવાલા, ટ્રાફિક શાખાના જવાનો, સંસ્થાના કર્મચારીગણ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.