ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે ખેતરમાં આવેલી બાવળની ઝાળીમાં બેસીને ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા જાવેદ ઉર્ફે જાવલો ફકીરમામદ ચમડીયા, હુસેન જુનસ સુંભણીયા, દાઉદ તાલબ ભાયા, અલ્તાફ અસગર સુંભણીયા અને મીજાન અસગર સુંભણીયા નામના પાંચ શખ્સોને ઝડપી લઇ, બે નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 12,910 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમ્યાન વાડીનાર વિસ્તારનો ઈબ્રાહીમ ઉમર ભાયા નામનો શખ્સ ફરાર થઈ ગયો હોવાનું વધુમાં જાહેર થયું છે. જે અંગે વાડીનાર મરીન પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.