પ્રજાસત્તાક દિન એ ભારતનો રાષ્ટ્રિય તહેવાર છે. ઇ.સ. 1950માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત બ્રિટિશના વાલીપણા હેઠળના દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ બન્યો હતો. સમગ્ર ભારતમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવે છે. શાળા, કોલેજ, સરકારી કચેરીઓ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરાઇ છે. ત્યારે જિલ્લા કક્ષાની ઉજવણી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ તાલુકામાં કરવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકાર જિલ્લાના ભાણવડ તાલુકામાં જિલ્લા કક્ષાના 75માં પ્રજાસતાક પર્વની ઉજવણીનો કાર્યક્રમ કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાના હસ્તે ધ્વજવંદન કરી યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમજે આઝાદીમાં શહિદ થનારા વિરોને વંદન કરી બંધારણના ઘડવૈયાને વંદન કરી કહ્યું કે, અયોધ્યા રામમંદિરનું નિર્માણ એ સમગ્ર ભારતવાસીઓ માટે ગર્વની ક્ષણ હતી. આઝાદીના આ અમૃતકાળમાં દેશ ખરા અર્થમાં લોકશાહી મેળવી છે. દેશનો ખૂબ વિકાસ થયો છે. સ્વચ્છતા સહિત ઔદ્યોગિક વિકાસ થયો છે. વાઇબ્રન્ટ ગુજરાત દ્વારા દેશના ઉદ્યોગોને નવી દિશા મળી છે. જયારે કૃષિ મહોત્સવથી દેશના ખેડૂતોને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે. ગુજરાત મગફળી, દિવેલ સહિતના પાકોમાં અવલ્લ છે. મહિલાઓને 33 % અનામત આપીને મહિલાઓનો વિકાસ કર્યો છે.
દ્વારકા જિલ્લાની વાત કરીએ તો 1100 કરોડના વાઇબ્રન્ટ કરારો થયા છે. પ્રધાનમંત્રી ઉજવલ યોજના હેઠળ દ્વારકા જિલ્લામાં ખેડૂતોને સિંચાઇ, પશુપાલન સહિતના કાર્યોમાં સહયોગ મળ્યો છે. આમ આ પ્રજાસતાક પર્વની ઉજવણી એ સર્વે માટે ગર્વની ક્ષણ છે. આ તકે જાણીતા લેખક નરોતમભાઇ, જિલ્લા તાલુકાના વહિવટી તંત્ર, સ્થાનિક તથા જિલ્લાના પદાધિકારીઓ, જિલ્લા પોલીસ, જિલ્લા હોમગાર્ડઝ જવાનો, સહિત સર્વેએ સાથે મળી ધ્વજવંદન કર્યા હતા. આ ઉપરાંત પુરૂષાર્થ સ્કુલના બાળકો દ્વારા યોગ કરાયા હતા. તેમજ વિવિધ શાળાઓ દ્વારા કુસ્તી સહિતના પ્રદર્શન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો કરાયા હતા.