જામનગર શહેરના પટણીવાડ વિસ્તારમાં આવેલા મકાનમાં તસ્કરોએ તાળા તોડી કબાટની તિજોરીમાથી આશરે 5 તોલા સોનું અને 2 લાખની રોકડ રકમ ચોરી કરી ગયાના બનાવમાં અજમેરથી દૃર્શન કરી પરત ફરેલાં પરિવાર દ્વારા જાણ કરાતા પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ જામનગર શહેરના પટણીવાડ વિસ્તારમાં એસ.કે. રેસ્ટોરન્ટવાળી શેરીમાં આવેલી ચિશ્તીયા મંઝિલ નામના મકાનમાં રહેતો પરિવાર ચાર દિવસ માટે અજમેર દર્શન કરવા ગયો હતો. તે દરમ્યાન બંધ મકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવી દરવાજાના તાળા તોડી રૂમમાં પ્રવેશ કરી કબાટની તિજોરી તોડી તેમાંથી આશરે પાંચ તોલા સોનું અને અંદાજે બે લાખ રોકડાની ચોરી કરી ગયા હતા. દર્શન કરી અજમેરથી પરત ફરેલા પરિવાર દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી. તેના આધારે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ગુન્હા શોધક શ્વાન તથા એફએસએલની મદદ વડે લાખોની માલમતાની ચોરીનો ભેદ ઉકેલવા અને તસ્કરોનું પગેરૂં મેળવવા તપાસ આરંભી હતી.