જામનગર શહેરમાં ધરારનગર-1 વિસ્તારમાં ઇદગાહ મસ્જિદ રોડ પર જાહેરમાં તીનપતીનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન સલીમ મામદ તાયાણી, ઇમરાન ઇબ્રાહીમ ધુધા, આરીફ ઉમર નાઇ, ગફાર આમદ શમા અને અજીઝ કાસમ હાલેપોત્રા સહિતના પાંચ શખ્સોને રૂા.10,170ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.