ખંભાળિયામાં ટેલીફોન એક્સચેન્જ સામે રહેતા નંગા ગોપાલ માયાણી નામના 21 વર્ષના શખ્સને પોલીસે વિદેશી દારૂની બોટલ તેમજ ચપલા મળી કુલ 74 બોટલો સાથે ઝડપી લઈ, કુલ રૂપિયા 15,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ પ્રકરણમાં અન્ય એક આરોપી નિલેશ ગોપાલ માયાણી ફરાર જાહેર થયો છે. જે અંગે ખંભાળિયા પોલીસે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ આર.જે. હુંણ દ્વારા હાથ ધરવામાં આવી છે.