Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરVideo : જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ બાલાહનુમાન મંદિરે દર્શન કર્યા

Video : જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ બાલાહનુમાન મંદિરે દર્શન કર્યા

બાલા હનુમાન મંદિરે ઉમટયું ભકતોનું ઘોડાપુર : અન્નકોટ દર્શન, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા

- Advertisement -

જામનગર શહેરમાં આવેલા વિશ્ર્વ વિખ્યાત બાલા હનુમાન સંકિર્તન મંદિરે અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ અહીં ભાવિક ભકતો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટયા હતા. અને મહાઆરતી, અન્નકોટ દર્શન સહિતના કાર્યક્રમોનો લાભ લીધો હતો. આ તકે જામનગર જિલ્લા પોલીસ વડાએ પણ બાલા હનુમાન મંદિરે દર્શન કર્યા હતા.

- Advertisement -

અયોધ્યામાં ભગવાન શ્રી રામની પધરામણી થઇ ચૂકી છે. સમગ્ર દેશભરમાં મહા ઉત્સવ જેવો માહોલ છવાયો છે. જામનગર શહેરમાં પણ વિવિધ મંદિરો તેમજ સંસ્થાઓ દ્વારા રામજન્મ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જામનગર શહેરમાં આવેલ વિશ્ર્વ વિખ્યાત બાલા હનુમાન સંકિર્તન મંદિરે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બાલા હનુમાન સંકિર્તન મંદિર ખાતે વહેલી સવારથી જ શહેરીજનો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટયા હતા અને દિવસભર મંદિરમાં જયશ્રી રામનો નાદ ગુંજી ઉઠયો હતો. આ તકે જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પણ દર્શનનો લાભ લીધો હતો. જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિ સમયે બાલા હનુમાન મંદિરના પ્રમુખ જીતુભાઇ લાલ, મંત્રી વિનુભાઇ તન્ના તેમજ પૂજારી સહિતના ઉપસ્થિત રહયા હતા.

- Advertisement -

બાલા હનુમાન મંદિરે બપોર બાદ ભવ્ય અન્નકૂટ દર્શન યોજાયા હતા. જેમાં શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અન્નકૂટ દર્શનનો લાભ લીધો હતો. તેમજ સાંજના સમયે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પણ ભકતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. આમ સમગ્ર દિવસ દરમ્યાન બાલા હનુમાન મંદિરે ભકતોનુ ઘોડાપૂર ઉમટયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular