હાલારી ભાનુશાળી જ્ઞાતિ દ્વારા જામનગર શહેરમાં પવનચકકી ખાતે આવેલ સૂર્યમુખી હનુમાનજી મંદિરે તેમજ ભાનુશાળી વાડ ખાતે આવેલ શ્રી રામચંદ્રજીના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી અયોધ્યા ખાતે રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૂર્ય મુખી હનુમાનજી મંદિરે અન્નકોટ દર્શન, મહાઆરતી તથા ધજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત શ્રી રામચંદ્રજીના મંદિરે પણ અન્ન કોટ દર્શન તથા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં જ્ઞાતિ પ્રમુખ કિરીટભાઇ ભદ્રા, વિરોધપક્ષ નેતા ધવલભાઇ નંદા તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો તથા જ્ઞાતિજનો ઉપસ્થિત રહયા હતા.