Saturday, December 6, 2025
Homeરાજ્યગુજરાત‘વન સેતુ’ ચેતના યાત્રાનો પ્રારંભ

‘વન સેતુ’ ચેતના યાત્રાનો પ્રારંભ

રાજ્ય સરકાર દ્વારા આજથી 1000 કિલોમીટરની ‘વન સેતુ ચેતના’ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજયના આદિવાસી ક્ષેત્રના 14 જિલ્લાના 28 તાલુકાઓમાં આ ચેતના યાત્રા ફરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ઉનાઇ માતાના દર્શન કરીને વાસદાથી ચેતના યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા તથા ભાજપ અધ્યક્ષ સીરઆર પાટીલ પણ ઉપસ્થિત રહયા હતા. આ યાત્રા પાંચ દિવસ દરમ્યાન 1000 કિલોમીટરનું અંતર કાપશે.

- Advertisement -

આ તકે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દંડક અરણ્ય પ્રભુશ્રી રામે શબરીના બોર ખાધા હતાં. આ વિસ્તારમાં શબરીધામ આવેલું છે. તે ભૂમિ પર આવવાનું મને શૌભાગ્ય મળ્યું છે. તેમણે કહ્યું કે, સિતામાતાની જન્મતિથિએ આ યાત્રા શરુ કરવામાં આવી છે. આ યોજના માટે 52000 કરોડની ફાળવણીનું આયોજન છે. આ યાત્રા વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરુચ, નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાઓમાંથી પસાર થઇ તા. 22 જાન્યુ.એ અંબાજી યાત્રા ધામમાં પૂર્ણ થશે. આ યાત્રા અંતર્ગત 3 લાખ આદિવાસી વસ્તીને સાંકળી લેવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular