જામનગર શહેરના સીટી સી ડીવીઝન વિસ્તારમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં ફરાર આરોપીને એસઓજીની ટીમે દબોચી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં ફરાર રહેલા આરોપી અંગે હેકો બળભદ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, અનિરૂધ્ધસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ બી.એન. ચૌધરી અને પીએસઆઈ એલ.એમ. ઝેરના માર્ગદર્શન હેઠળ સ્ટાફે હુશેન અલીમામદ જોખિયા નામના શખ્સને જકાતનાકા આશાપુરા હોટલ પાસેથી દબોચી લઇ સીટી સી ડીવીઝનને સોંપવા માટે તજવીજ હાથ ધરી હતી.