સલાયામાં સફાઇ કામદારોનો છેલ્લા 3 માસથી પગાર થયો નથી. ત્યારે સલાયા ખાતે તંત્રને જગાડવા માટે સફાઇકર્મીઓ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.
સુતેલા તંત્રને જગાડવા અને પોતાના પ્રશ્ર્નોની નોંધ લેવા માટે સલાયાખ ાતે સફાઇ કર્મચાીરઓએ રેલી કાઢીને અનોખું પ્રદર્શન કર્યું હતું. છેલ્લા 3 માસથી પગાર નહીં થતાં કામનો બહિષ્કાર કર્યો હતો. જે બાબતે હજૂ કોઇ નક્કર પગલાં નગરપાલિકા કે તંત્ર દ્વારા લેવાયા ન હોય, ત્યારે ગામના મુખ્ય માર્ગો પર ખાલી થાળી વગાડીને લોકોનું અને તંત્રનું ધ્યાન ખેંચવા તેમજ પોતાનો પ્રશ્ર્ન કે, હવે જમવાના પણ પૈસા રહ્યા નથી. તે દર્શાવવા માટે ખાલી થાળી વગાડતા-વગાડતા રેલી કાઢી અનોખું પ્રદર્શન કર્યું હતું.
આ સાથે જ નગરપાલિકા કચેરી પહોંચીને નગરપાલિકા હાઇ-હાઇના નારા લગાડયા હતાં. તેમજ નગરપાલિકાના નામના છાઝિયા લીધા હતાં. આમ ત્રણ-ત્રણ માસથી પગાર ન થતાં કર્મચારીઓને જીવન જરૂરિયાતમાં પડતી મુશ્કેલીઓ લોકો સમક્ષ રજૂ કરીને સફાઇ કામદારોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.