જામનગર શહેરના ગુલાબનગર રાજપાર્ક વિસ્તારમાંથી યુવાનના બાઈકની અજાણ્યો તસ્કર ચોરી કરી ગયો હતો. જામનગરના સાંઢીયા પુલ પાસેથી મજૂરી કામ કરતા યુવાનનું બાઈક ચોરાયાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના રાજપાર્ક વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવિંગ કરતા જીતેશભાઈ ધોળકીયા નામના યુવાને તેનું જીજે-10-ડીડી-6651 નંબરનું 45 હજારની કિંમતનું એકસેસ બાઈક તેના ઘર પાસે પાર્ક કર્યુ હતું. ત્યાંથી અજાણ્યા તસ્કરો ગત તા.30 ની રાત્રિના સમય દરમિયાન ચોરી કરી ગયા હતાં. આ અંગેની ફરિયાદના આધારે એએસઆઇ એમ.પી. ગોરાણીયા તથા સ્ટાફે ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી. બીજો બનાવ, જામનગર શહેરના સાંઢીયા પુલ પાસે આવેલા મહાલક્ષ્મી બંગ્લોઝમાં રહેતાં હેમતભાઈ કાંબરીયા નામના મજૂરી કામ કરતા યુવાને તેનું જીજે-10-બીકયુ-9796 નંબરનું 20 હજારની કિંમતનું હોન્ડાબાઈક તેના ઘર પાસે પાર્ક કર્યુ હતું. ત્યાંથી અજાણ્યા તસ્કરો ચોરી કરી જતાં આ અંગેની પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઈ વી. બી. બરસબીયા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.